આગળ આપણે જોયું કે સચી નું ભોળપણ એક અંધારી આલમ ના ગુંડા ની નજર માં આવી ગયું હતું. ટ્રેન આગળ વધી રહી હતી એમ એમ સચી પણ ધીરે ધીરે બધાં સાથે વાતો કરવાં લાગી હતી . એની વાતો નો વિષય ભણવાને લગતો જ હતો. નિનિયા બધાં સાથે હસી બોલતી એટલે એ ટ્રેન માં દરેક ગૃપ માં મળી આવતી. બીજે દિવસે સવારે તો બધાં અંબાલા પહોંચવા ના હતાં . શેખર પણ વારે વારે સચી જોડે થોડી થોડી વાત કરી આવતો. આ બાજુ પેલો ગુંડો પણ સચી ને ઉપર નજર રાખી રહયો હતો . બીજે દિવસે સવારે બધાં ટ્રેન માંથી અંબાલા ઉતર્યા ત્યારે મંદ મંદ સૂસવાટા