લવ ઇન સ્પેસ પ્રકરણ -૩ અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીન વિશાળ સ્પેસ શીપમાં એક માત્ર એવી યાત્રી છે જે સમય પેહલાં જ જાગી ગઈ છે. હવે આગળ વાંચો.... *** શીત નિદ્રામાંથી જગ્યા બાદ એવલીનને બે રોબોટો દ્વારા તેને અગાઉથી આપવામાં આવેલાં રૂમમાં પહોંચાડવામાં આવી હતી. એવલીને પોતાનાં જીવનના ૩૦ વર્ષ લાંબી શીત નિદ્રામાં વિતાવ્યા હતાં. આથી જાગવા છતાં તે હરી-ફરી શકે તેમ નહોતી. શીત નિદ્રામાંથી જાગેલાં દરેક યાત્રીને બે-ત્રણ દિવસ રૂમમાં જ આરામ કરવું જરૂરી હતું. છેલ્લાં બે દિવસથી