ડો. ભાસ્કર ભટ્ટ ! ઉંચો અને પહોળા ખભાવાળો ! એનું માથું ધડ થી ઘણું ઊંચું. ડોક લાંબી, લઘુકોણ ત્રિકોણ ચહેરાનો માલિક અને નાનું સરખું કપાળ !! લાંબા હાથ અને લાંબા પગ. કોઈના ઘરે વિઝીટ માં જવાનું થાય ત્યારે તે લાંબી લાંબી ડાંફો ભરતો.બોલાવવા આવનારે પાછળ લગભગ દોડવું જ પડતું. દર્દીની છાતી પર ભાસ્કરનું સ્ટોથોસ્કોપ તેના હાથના વજન સાથે મુકાતું ત્યારે દર્દી પોતાનું તમામ દુઃખ ભૂલીને હળવો ફૂલ બની જતો.જાણે કે ભાસ્કર સ્ટોથોસ્કોપ વડે દર્દીનું દર્દ જ ખેંચી લેતો ના હોય ? એની દવા એટલે દવા ! ફરતા દસ ગામડામાં એની નામના હતી.શિયાળાની કડકડતી ટાઢ હોય કે ચોમાસાનો અનરાધાર વરસતો વરસાદ