અર્ધ અસત્ય. - 24

(211)
  • 7.9k
  • 11
  • 5.7k

ભયાનક કિચૂડાટનાં અવાજ સાથે ભારેખમ તોતિંગ દરવાજો ખૂલ્યો અને ધૂળનો એક ભભકો બહાર ફેલાયો. બંસરીએ સાવધાનીથી અંદર નજર નાંખી. ’શેડ’ ખરેખર બહું મોટો હતો અને ખાલી જણાતો હતો. તેની ઉપર લગાવેલાં પતરામાંથી આછી પાતળી રોશની અંદર રેળાતી હતી જેનાથી અંદરનું દ્રશ્ય ઉજાગર થતું હતું. એ સીવાય ક્યાંય કશી હલચલ દેખાતી નહોતી. ફોનમાં સુરાએ તેને અંદર આવવા જણાવ્યું હતું એટલે તે અંદર પ્રવેશી. કોઇ બંધ પડેલી ફેકટરીની ખાલી જગ્યા હોય એવું લાગતું હતું કારણ કે થોડીક મશીનરી એક ખૂણામાં પડેલી દેખાતી હતી.