અભિનવ

  • 3k
  • 783

ગઝલ સંગ્રહ- અભિનવ – પ્રવીણ શાહ અર્પણ- મારા પરિવાર જનોને 1. શ્રી ચરણ પાસે હાશ મનને મળે સ્મરણ પાસે, જેમ કોઈ મીઠાં ઝરણ પાસે. માનવીનો સ્વભાવ એવો છે, આદતે જાય અનુકરણ પાસે. જિન્દગી તો ઉતાવળે ચાલી, અંતે આવી ઉભો મરણ પાસે. થઇ હયાતી વિરુધ્ધની સ્થિતિ, લઇ ગયું ભાગ્ય વિસ્મરણ પાસે. છે પુનર્જન્મ એમ શાસ્ત્ર કહે, બે ઘડી બેસ શ્રી ચરણ પાસે. દોડવું ભાગ્યમાં સતત આપ્યું, કોઈ બહાનું નથી હરણ પાસે. 2. જામ આવે છે એક પછી એક જામ આવે છે, જામ, અક્સર બેનામ આવે છે. આજ લીધું ગુલાબ માંગીને, સૂંઘવા સારું કામ આવે છે. યાદ એની