આંખો.. - 4

(18)
  • 4.3k
  • 1
  • 1.5k

એક ગરીબીમાં ઉછરેલો એકલવાયો યુવાન અને એક યુવતી જે પોતાની આંખો બાળપણ માં જ ગુમાવી બેઠી છે. બે સમદુખિયા યુવાન હૃદય નજીક આવે અને લાગણીનાં અંકુર ન ફૂટે તો જ નવાઈ! હવે તો તેઓને એકબીજા વગર બિલકુલ ન ચાલતું, થોમસ નોકરી પરથી સીધોજ જેની પાસે પહોંચી જતો. જેની પણ ખુશ થઇ જતી જાણે કે તેની રાહ જ જોતી હોય. જેની થોમસને પ્રેમથી થોમસ ને બદલે માત્ર 'ટોમ' કહી બોલાવવા લાગી. તે બંન્ને ઘણી વખત બગીચામાં જઈ બેસતાં, થોમસ પોતાની આંખોથી જેનીને આખો સંસાર બતાવતો, જો પેલો છોકરો ફૂટબોલ ને કિક મારે છે..... એ.... હાં.. ગોલ થઈ ગયો. જેની ચિચિયારીઓ કરતી