અર્ધ અસત્ય. - 23

(207)
  • 7.8k
  • 12
  • 6k

ત્રણ માળનું પોલીસ હેડ-ક્વાટર હાલમાં જ નવું બન્યું હોય એવું લાગતું થતું હતું. એકદમ વ્યવસ્થિત અને સુઘડ દેખાતાં પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ નવા રંગો-રોગાનથી સુશોભિત હતું. અભય પગથિયા ચઢીને અંદર દાખલ થયો અ કિરણ પટેલના નામની પૃચ્છા કરી. આ નામ તેને અનંતસિંહે જણાવ્યું હતું. અનંતસિંહ તેના દાદાની ભાળ મેળવવા અર્થે રાજપીપળા ગયો હતો ત્યારે ત્યાંના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રતાપ બારૈયાએ કિરણ પટેલનો હવાલો આપ્યો હતો કે ભરૂચ જાવ તો કિરણને મળજો, એ તમને બધી રીતે હેલ્પ કરશે.