ધી ટી હાઉસ - 6

(71)
  • 3.4k
  • 2
  • 1.8k

"મેપા કાકા! ફરીવાર તેની આત્માને કેદ કરી શકાય? એક વખત ફરી પ્રયાસ કરી અને, જોઈ લેવામાં શું ખોટું છે?" સુનિલ એ કહ્યું. "દીકરા! હવે કદાચ, એ પણ શક્ય નથી. એક વખત આ પ્રયાસ કરી જોયો. એ પ્રયાસ માં અમે સફળ પણ થયા. અને તેની આત્મા ફરી મુક્ત થઈ ગઈ. પરંતુ, બીજી વખત? ના આ વખત તેની આત્મા ચેતી ગઈ હશે. તેની શક્તિઓમાં પણ વધારો થઈ ગયો હશે. પરંતુ, પ્રયાસ કરી જોવામાય શું ખોટું? આજે રાત્રે જ પ્રયાસ કરી જોઈએ. કદાચ, સફળતા મળે. પરંતુ, નિષ્ફળતા મળે તેવા આસાર વધારે છે." મેપા ભગત એ કહ્યું. આમ, આ ચર્ચા બાદ સુનિલ તેના ઘેર