કૂખ - 7

(15)
  • 4.3k
  • 1
  • 1.5k

પ્રકાશે ગંભીર થઈને કહ્યું : ‘જવાનું હોટલ પર બીજે ક્યાં ?’ સામે રમતિયાળ સ્વરમાં અંજુ કહે : ‘મારે એમ કે ઘેર જવાનું હશે !’ પ્રકાશ સ્થિર થઇ અંજુ સામે જોઈ રહ્યો. પછી નિસાસો નાખી, કશું બોલ્યા વગર ભીડ ચીરતો આગળ ચાલ્યો. અંજુ પણ તેને અનુસરી. નીકળવાની ધક્કામુક્કી હતી. ખેલૈયાઓ પાસેથી પસાર થતાં, પરસેવો અને પરફ્યુમ મિશ્રિત ગંધ તન-મનને વિહવળ કરી જતી હતી. બાઈકસવારીમાં બંને હોટલ પર આવ્યા. ટ્રાફિકના લીધે વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડી...અંજુ ઊછળીને અથડાઈ હતી.તેની છાતીનો ઉપસેલો ભાગ, વાંસામાં અફળાયો, અથડાયો હતો. લોહીની ગતિ,ધબકારા વધી ગયા હતા. ‘જરા સાંભળીને...’ આમ કહેવામાં કોઈ ફરિયાદ કે શિખામણ નહોતી પણ...