વરસાદના પાણીની મોં પર પડતી વાછટ લૂછતા કદમ બોલ્યો, ‘બે આતંકવાદીનું કામ તમામ થઇ ગયું છે. હવે પુલ પાસે ચાર આતંકવાદીઓ ઊભા છે, તેને કેવી રીતે હલાલ કરશું... ?’ ‘ચારેને સાયલેન્સરયુક્ત રિવોલ્વરથી ઉડાડી દઇએ...’ રસીદએ કહ્યુ. ‘ના... રસીદ ચારેને રિવોલ્વરથી ઉડાડી દેશું કે તરત પુલની સામે પારના આતંકવાદીઓ ચોંકી જશે, અને તરત તેના કેમ્પ પર આપણે તેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો છે, તે સમાચાર આપી દેશે.’ ‘તો પછી મૃત્યુ પામેલ તે બે આતંકવાદીનો ઉપયોગ કરીએ.’ ચપટી વગાડતાં કદમે પૂછ્યું.