એક માણસને જીવી આવી છું.

(18)
  • 3.6k
  • 1
  • 1.2k

તારા હોવાનો અહેસાસ તૂં નથી, આ ખ્યાલ આવ્યો ત્યારે જાણે મારું અસ્તિત્વ જ ન હોય એવું લાગ્યું. તારા ન હોવાનો અહેસાસ મારું હોવું જરૂરી નથી. તું મારા જીવનમાં આવેલી એક અદભુત ઘટના હતી. તારું હોવું ન હોવા બરાબર હતું. આજે તારું ન હોવું, તાપ વગરના સૂર્ય જેવું છે. તારા હોવાથી કશો ફર્ક પડ્યો નહીં. પણ તારું ન હોવું એ વિચાર સુદ્ધા કર્યો ન હતો. તું પહેલી વાર મળેલો ત્યારે કંઇ ખાસ ન હતું. બસ, બધા લોકોની જેમ તને જોઈને ઈગ્નોર કર્યો હતો. હું ખૂબ શાંત અને તું ખળખળ વહેતું ઝરણું. હું લોકોથી દૂર રહેવા પહાડો પર આવતી. તું તારા બકેટ લિસ્ટમાં રહેલા સપનાઓ