સંદીપે તેના મિત્ર સુશાંતનો ઈ-મેલ વાંચ્યો. ખૂબ ટૂંકો સંદેશો હતો. લખ્યું હતું “ પ્રિય મિત્ર સંદીપ, તારું ખૂબ અગત્યનું કામ છે તો તાત્કાલિક એટલાંટા આવી જ. તારા અમેરીકાના વિઝા હજુ પૂરા થયા નથી તેની મને જાણ છે. તારી પાસે તૈયારી કરવા માટે ફક્ત બે જ દિવસ છે. તારી એર ટિકિટ આ સાથે એટેચ કરી છે. કોઈ બહાનું ચાલશે નહિ. વધુ વાતો રૂબરૂમાં કરીશું. તારી ભાભીએ તને “જયશ્રી કૃષ્ણ” કહ્યા છે.” સંદીપે એર ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લીધી. બે દિવસ પછી સવારે ચાર વાગ્યાની ફ્લાઇટ હતી. સુશાંત છેલ્લા ઘણા સમયથી સંદીપને અમેરીકા બોલાવી રહ્યો હતો પરંતુ અમેરીકા જવાનો યોગ થયો