શ્રેયાએ સમીર ને દીલથી પ્રેમ કરેલો. એની સાથે જીવવાના સપના જોયેલા. એ જ સમીરે જ્યારે એના સપનાઓ તોડ્યા ત્યારે શ્રેયા તૂટી ગઈ પણ માં માં આશા હતી કે એનો પતિ એના આ બધા સપના પૂરા કરશે.શ્રેયાની સગાઇ જેની સાથે નક્કી થયેલી એનું નામ મિહિર હતું. મિહિર ચાહતો હતો કે શ્રેયાને સરકારી નોકરી હોય.પણ ત્યારે શ્રેયાની કોલેજ ચાલુ હતી. અને શ્રેયા ની ઈચ્છા પણ નોકરી કરવાની હતી જ તેથી જ તેને મિહિર સાથે વાતચીત દરમિયાન મિહિર એને જોબનું કીધુ તો એને હા પાડી દીધી.સમીરના દુઃખ માંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી શ્રેયા ધીરે ધીરે મિહિરને સ્વીકારવાની કોશિશ કરી રહી હતી.એવું ન