દોઝખ જેવી યાતનાઓથી આનંદ ચિલ્લાતો હતો. પારાવાર પીડાથી તે તરફડતો હતો. ચીસો પાડી પાડી તેનો સ્વર ફાટી જતો હતો. ગળામાં સોસ પડતો હતો. ધીરે ધીરે તેને ધરતી ગોળ ગોળ ફરતી દેખાતી હતી. તેને લાગી રહ્યું હતું કે તેની ચારેબાજુ પ્રેતાત્માઓ ઊભા ઊભા દેકારો કરતા તેના પર હસી રહ્યા છે અને તેનું લોહી ચૂસી જવા તત્પર થાય છે. ‘મા ભવાની શક્તિ આપ જે મને...’ દુર્ગા માને પ્રાર્થના કરતી હતી. મા મારા આનંદની રક્ષા કરજે. મા તું તો જગત જનની છો. માર અમને બચાવ, મા અથવા તો મને મોત આપી દે. મારા આનંદને બચાવો મા...’ લાલચોળ થઇ ગયેલી તેની આંખોમાંથી દળ દળ આંસુઓ છલકાતા હતા.