અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૧

(12)
  • 3k
  • 2
  • 1.2k

બપોર થઈ ગયું હતું અને ખેંગારનું ગામ પણ આવી ગયું હતું. સતિષ હજી તેની સિટ પર સુતો હતો. તેને જોઇને કંડકટરે તેને ઉઠાડી કહ્યું, “તારું સ્ટોપ આવી ગયું. ઉતરવું નથી?” સતિષ ફટાફટ તેનું બેગ લઈને નીચે ઉતરી ગયો અને બસનું બારણું બંધ કરતા કંડકટરનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “થેંક્યું સર.” રોડ પરથી ચાલતા ચાલતા તે ગામના રસ્તે ચાલવા લાગ્યો. રસ્તાની આજુબાજુ પથરાયેલા વિશાળ અને લીલાછમ ખેતરો જોઈ સતિષની આંખોને જાણે આરામ મળતો હોય એમ તે શાંતપણે ખેતરોને જોવા લાગ્યો. ઘણા સમય પછી રાહતના શ્વાસ લેતો હોય એમ ધીમા ધીમા શ્વાસ લેવા લાગ્યો. તેના ચહેરા પર આનંદ એટલો છવાઈ