આંખો.. - 2

(22)
  • 4.4k
  • 4
  • 1.7k

"ઓહ મમ્મી, ક્યાં ફસાવી દીધો મને.! મારે તો એક પૈસાની આવક નથી." 'હવે મારે પેલી ફુલવાળી ને આપવા આપવા પૈસા ક્યાંથી કાઢવા? ભિખમાં મળેલા પૈસા જો તેને આપું તો ભગવાન ઈશુ મને માફ ન કરે, પણ કામ તો મને કશું આવડતું નથી. કેમ કરી મમ્મીને આપેલું પ્રોમિસ પૂરું કરવું!' થોમસ ને આખી રાત આવા જ વિચારો આવતા રહયા અને ઊંઘ પણ ન આવી. સવારે તે કામ શોધવા નીકળી પડ્યો, પણ તેનો પહેરવેશ જોઈને જ બધા તેને જાકારો આપી દેતા. કોઈ તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતું થતું. બસ એકાદ રૂપિયો હાથ માં પકડાવી ચાલતી પકડાવતા. આખો દિવસ બહુ ફર્યો