ધ ઊટી... - 35 (અંતિમ ભાગ)

(100)
  • 3.6k
  • 5
  • 1.6k

35.(અંતિમ ભાગ) (અખિલેશ, અને તેની બહેનનાં લગ્ન મુંબઈની આલીશાન એવી મરીન પ્લાઝા હોટલમાં એરેન્જ કરવામાં આવે છે, તે દિવસે હોટલ મરીન પ્લાઝા એટલી આલીશાન લાગી રહી હતી કે ચન્દ્રની શોભને પણ ઝાંખી પાડી રહી હોય તેવું લાગી રહ્યું હતું, હોટલનાં હોલને ખુબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે, ત્યારબાદ અખિલેશ અને વિશ્વા, સોનલ અને નિશાંત, અને સાથે સોળે શલગારે સજીને એક કન્યા પણ આવે છે, જે વાસ્તવમાં સાક્ષી હોય છે, અખિલેશ અને સાક્ષી ડૉ. અભયને સરપ્રાઈઝ આપવાં માંગતા હતાં, જેનું ઘણાં સમય અગાવ જ પ્લાનીંગ થઈ ગયેલ હતું, ત્યારબાદ ખુબ જ ધામ- ધૂમથી આ મેરેજ સંપન્ન કરવામાં આવે