નાની-મોટી ટેકરીઓ વચ્ચે પસાર થતો સર્પાકાર અને ઊબડ-ખાબડ રસ્તો ઝડપથી પસાર થતો જતો હતો. ધીરે ધીરે જંગલનો એરિયા પૂરો થતો ગયો. હવે વેરાન ડુંગરાળ જમીન આવતી જતી હતી. બાવળના ઝાડ સિવાય આજુબાજુ કશું જ દેખાતું ન હતું. રસ્તો લગભગ ધોવાઇ ગયો હોવાથી ધૂળિયા રસ્તા પર ચાલતી જીપ્સી ધૂળોના ગોટાઓ ઉડાડતી આગળ વધી રહી હતી. આકાશ વાદળોથી છવાયેલું હોત, સૂર્ય દેખાતો ન હતો અને ગરમીનું પ્રમાણ પણ ઓછું હતું.