કૂખ - 5

(14)
  • 4.8k
  • 1
  • 1.9k

શું કરવું ? તે નક્કી કરવું પ્રકાશ માટે મુશ્કેલ થઇ પડ્યું હતું. એક બાજુ અંજુને બીજી બાજુ શોભના...આવી વાત પૂછી-પૂછીને શોભનાને પૂછે...તેને પૂછી લીધું. તેનું કહેવું અથવા તેની સલાહ કંઈ ખોટી કે નાખી દીધા જેવી નહોતી. દરેક કાર્યમાં વિચારીને પગલું ભરવું, ઉતાવળ ન કરવી... અને અંજુ જૂના સંબંધની અપેક્ષાએ આવી હતી.તે સાચી છે,ખોટી છે...અથવા તો આમ કરવા પાછળ નો તેનો ઉદેશ્ય શું છે...આ બધું તો અનુભવે સમજાય.અગાઉથી ધારણા બાંધી લેવી એ પણ ઠીક નથી. -તો શું કરવું જોઈએ...આ દ્વિધામાંથી જાતે જ પસાર થવાનું હતું, નિર્ણય લેવાનો હતો. એક પળે તો એમ થયું હતું કે,અંજુ કહે તેમ પણ કરવું નથી ને, શોભનાની સલાહ પણ... -જાય બધું એના ઘેર. મારે શું લેવા દેવા ! કશું જ કરવું નથી...પણ આ વિચાર લાંબો ચાલ્યો નહી.વચ્ચેથી જ તૂટી ગયો.અંજુને પ્રકાશે મોબા ઈલ પર કહી દીધું : ‘પેલા તું અહીં આવી જા. પછી તારે ગામડે જવું હોય તો જાજે !’