પ્રેમનું અગનફૂલ - 7 - 1

(49)
  • 3.3k
  • 4
  • 1.6k

જે ટેકરી પર તેના પર ગોળીબાર થતો હતો. તે ટેકરીના પાછળના ભાગ તરફ કદમે ઇ. રસીદને સરકતો જોયો. કદમ તે વૃક્ષની પાછળ ચૂપચાપ ઊભો રહ્યો. બે-ચાર ક્ષણ વીતી. ‘ધડામ...’ વાતાવરણમાં જોરદાર વિસ્ફોટનો અવાજ થયો અને પછી કદમે ટેકરી તરફથી ચીસોના અવાજ અને રેતી, ધૂળોના ગોટાઓ સાથે પથ્થરોને અધ્ધર ઊડતા જોયાં. ધુળના ગોટાઓ વચ્ચે ઇન્સ્પેક્ટર રસીદ મુઠ્ઠીઓ વાળી દોડતો હતો. તેના તરફ ધસી આવી રહ્યો હતો. તેનું પૂરું શરીર ધૂળથી ભરાઇ ગયું હતુ.