અંગારપથ - ૨૭

(259)
  • 10.5k
  • 13
  • 6k

અંગારપથ. પ્રકરણ-૨૭. પ્રવીણ પીઠડીયા. સંજય બંડુ સન્નાટામાં આવી ગયો. સેલફોનમાંથી નીકળતાં આગ ઝરતાં શબ્દો જાણે તેના કાનને ભયંકર રીતે દઝાડતાં હોય એમ તેણે એક ઝટકે ફોનને કાનેથી હટાવી લીધો અને જોરથી તેનો ઘા કર્યો. દોઢ લાખ રૂપિયાની કિંમતનો સેલફોન ફર્શની લીસ્સી લાદી ઉપર અફળાઇને દૂર સરકીને ત્યાં મુકાયેલા સોફા નીચે ચાલ્યો ગયો. એક સામાન્ય પંટર બબલુએ ગોલ્ડનબારમાં સાંભળેલી વાતચીત ઉડતી ઉડતી છેક સંજય બંડુ સુધી આવી પહોંચી હતી અને સંજય બંડુ પગથી લઇને માથા સુધી ખળભળી ઉઠયો હતો. વાત ભયાનક હતી. વર્ષોની મહેનતનાં અંતે એક જોરદાર નેટવર્ક ગોઠવાયું હતું જેમાથી તેમને અઢળક આવક થવા લાગી હતી. વળી એ