માથાભારે નાથો - 24

(67)
  • 6.4k
  • 5
  • 2k

ચમેલી કોલેજથી પાછી આવી ત્યારે એનું મોં ફુલેલું હતું.તારીણી દેસાઈ વારંવાર એને નાથા અને મગન સાથે જોઈને ગુસ્સે થતા હતા અને બિનજરૂરી સલાહ સુચન આપ્યા કરતા હતા.આજે તો એમણે હદ જ કરી નાખી હતી. હવે એમની ફરિયાદ પપ્પાને કરવી જ પડે એમ હતું. ઘેર આવીને એ દોડાદોડ દાદર ચડી ગઈ.દરરોજ દુકાનના થડા પર બેઠેલા એના પપ્પાને સ્માઈલ આપતી. અને ચંપક પણ "આવી ગીયો માહડો દિકડો.."કહીને એ સ્માઈલ ઝીલતો અને હસી પડતો.પણ આજ ચમેલીએ એને સ્માઈલ ન આપ્યું.દાદરમાં પગથિયાં પણ આજ એને વધુ ઉછાળતા હોય એમ લાગ્યું. પોતાની દીકરીની ઉદાસી તો બાપના કાળજામાં ભોકાંતો કાંટો જ હોય ને ! એ તરત જ ગલ્લાને