વેમ્પાયર - 3

(65)
  • 4.8k
  • 3
  • 2.1k

નયન, રવિ , રાજ અને માનસી પેલા વૃદ્ધ વ્યક્તિ જેમનું નામ ખીમજી હતું તેમની સાથે પીસાચો ના ગામ તરફ વધવાના હતા. સવાર ના નવ વાગ્યા ના સમયે તેઓ તેમની પર્સનલ કારમાં વેતાલપુર જવા માટે નીકળી પડ્યા. લોકો અહીં જવાનું ટાળતા. માટે ત્યાં ન કોઈ બસ કે ન કોઈ અન્ય સાધન જવા માટે તૈયાર થતું. ના પેટ્રોલપંપ, ના હોટેલ ના ટેલિફોન ટાવર! આમ, ત્યાં જવામાં ખતરો જ હતો. માટે , સંપૂર્ણ તૈયારી સાથે તેઓ વેતાલપુર જવા નીકળ્યા. "અંકલ! આ પીસાચો એ ગામમાં આવ્યા કઈ રીતે? અને આ ગામનું નામ પીસાચના નામ પર થી શા માટે રાખવામાં આવ્યું છે?"