પ્રેમનું અગનફૂલ - 6 - 3

(48)
  • 4.1k
  • 2
  • 2k

‘હા... અફઝલ શાહિદ... આતંકવાદી સંગઠનનો મુખ્ય સૂત્રધાર છે. અને આઇ.એસ.આઇ. ના ચીફ મકમુલ શાહિદનો કાકાનો છોરો છે. તાહિરખાન અફઝલ શાહિદનો ખાસ માણસ લેખાય છે. અને તાહિરખાનનું મુક્ય કામ અફઝલ શાહિદના સંગઠન માટે, પાકિસ્તાની સરહદ પાર કરી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ફેલાવી શકે તેવા લોકો સંગઠનમાં જોડવાનું જ કામ કરે છે. ‘ઓ... માય ગોડ... ? પણ... પણ... દુર્ગાનું અપહરણ પાકિસ્તાન લઇ આવવાનો તેનો આશય શું હોઇ શકે... ?’ પ્રલયે પૂછ્યું.