પારિજાતના પુષ્પો

(14)
  • 2.3k
  • 774

** પારિજાતના પુષ્પો ** આજે લેખક અને કવિ ભાર્ગવ પરીખનો ૭૫મો જન્મ દિવસ હતો. તેમને ગઈ કાલે રાત્રે તાવ આવ્યો હતો. હજુ પણ શરીર ગરમ હતું. શરીરમાં આળસ ભરાઈ હતી. પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું તેમ છતાં હળવેકથી ઉભા થઇ બાલ્કનીમાં આંટો મારી આવ્યા. તેમની આંખો કંઇક શોધી રહી હોય તેવું લાગ્યું. પાછા આવી પથારીમાં લંબાવ્યું. થોડીક વાર પછી તેમના પત્ની વૈભવીબેન બેડ રૂમમાં દાખલ થયા. તેમનો પગરવ સાંભળી ભાર્ગવભાઈએ આંખો ખોલી. વૈભવીબેને ભાર્ગવભાઈના હાથ પર હાથ મૂકી તેમના ટેમ્પરેચરનો એહસાસ કર્યો અને “હેપ્પી બર્થ ડે, ભાર્ગવ” કહી એક સ્નેહાળ સ્મિત ફરકાવ્યું. ભાર્ગવભાઈએ આંખોથીજ આભાર વ્યક્ત કર્યો. દૈનિક ક્રિયાઓ