લાઇમ લાઇટ - ૪૪

(187)
  • 6k
  • 7
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૪મોન્ટુનો રૂબરૂ મળવા માટેનો આગ્રહ અને ઉતાવળ જોઇ રસીલીએ તેને રાત્રે જ પોતાના ઘરે બોલાવી લીધો. સવારે ફિલ્મનું શુટિંગ વહેલું હતું અને આખો દિવસ તેને સમય મળવાનો ન હતો. તે મોન્ટુની રાહ જોતી મોબાઇલમાં ફિલ્મી સમાચારો પર નજર નાખવા લાગી. એક-બે જગ્યાએ સાકીર ખાનના સમાચાર હજુ આવતા હતા. તેના કેસ અને તેની અટકી ગયેલી ફિલ્મો વિશે લખવામાં આવી રહ્યું હતું. સાકીર ખાનનો અભિનયની દુનિયામાં એક સમયે ડંકો વાગતો હતો. તેના પર યુવાન થતી દરેક છોકરી ફિદા થતી હતી. સોશિયલ મિડિયા પર તેની મહિલા ફેન્સની સંખ્યા મોટી હતી. બધી જ જાણે પૂછી રહી હતી:"સાકીરજી, યે ક્યા કર દિયા?