શિવ મંદીર પાસે આજ પણ અંધારું હતું. આજ પણ અહીં લોકો આવતા થથરે છે. હજુ પણ આ જગ્યાની આસપાસ લોકો ભૂત-પ્રેત હોવાના દાવાઓ કરે છે. મને આ જગ્યાએ ઘણું આપ્યું છે. હું પણ અહીં આવતા ડરતો હતો.હવે હું અહીં જ બેઠા બેઠા મોડી રાત સુધી બ્લોગ લખું છું. જીવ જશે તો પણ શિવજીના ચરણમાં! એમ પણ હવે કઈ મોહ રહ્યોં નથી! જે હતું તેણે મને અળગો કરી લીધો છે. પ્રિયા..... એ સાંજ! જેના પછી જીવન બદલાઈ ગયું! એ સાંજ મને આજે પણ યાદ છે. ચાવી દ્વારા ખુલ્લેલા દરવાજાની પાછળ અંત્યત કિંમતી આભુષણો હતા. જેમાં જવેરાત, સિક્કાઓ, હીરાઓ, ઘરેણાઓ, અને ઘણું