યારા અ ગર્લ - 17

(28)
  • 4.1k
  • 3
  • 1.6k

રાણી કેનોથ ઉભા થયા ને યારા પાસે આવ્યા. તેઓ ધારી ધારી ને યારા ને જોવા લાગ્યા. એમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ તેમની દીકરી ની દીકરી છે. એમણે યારાના માથા પર હાથ મુક્યો ને બોલ્યા, રાજકુમારી યારા. તું આ દુનિયામાં છે એતો અમને ખબર જ નહીં હતી. અમે તો આવી આશા જ નહોતી સેવી. આટલું બોલતા બોલતા રાણી કેનોથ ગળગળા થઈ ગયા.યારા એ નમી ને તેમના આશીર્વાદ લીધા .એ બોલી, મને પણ ક્યાં ખબર હતી દાદીમા. હું તો સાવ અજાણ હતી આ બધા થી આટલું બોલતા યારા રડી પડી.રાણી કેનોથે તેને પોતાના બાહુપાશ માં ઝકડી લીધી ને બોલ્યા,