અર્ધ અસત્ય. - 15

(223)
  • 8k
  • 10
  • 5.6k

અભયને આશ્વર્ય થયું હતું કે અનંતે કેમ મયુરસિંહજી અને દિલિપસિંહજી વિશે કંઇ જણાવ્યું નહોતું? કદાચ એ એટલું અગત્યનું નહી હોય છતાં જાણવું જરૂરી હતું એટલે અનંતને તેણે એ બાબતે સવાલો કર્યાં હતા. તેને એક અલગ વિચાર પણ ઉદભવતો હતો કે આખરે ઠાકોર પરિવારની કહાની જાણીને તેને શું ફાયદો થશે? શું એનાથી તે એવું તો સાબિત કરવાં નહોતો માંગતો ને કે પરિવારનાં જ કોઇ સભ્યે પૃથ્વીસિંહજીને ગાયબ કર્યાં છે? અભયને ખુદ પોતાનાં જ વિચાર ઉપર હસવું આવ્યું. એ શક્યતા સાવ ધૂંધળી જણાતી હતી. આવી વાતોમાં સમય બગાડવાં કરતા જે સમયે પૃથ્વીસિંહજી ગાયબ થયા હતા ત્યારનો જો પોલીસ ઈન્વેસ્ટિગેશન રેકોર્ડ ખંગાળવામાં આવે તો કેસમાં આગળ વધવાની શક્યતાઓ ઉજળી દેખાતી હતી.