પ્રેમનું અગનફૂલ - 6 - 2

(55)
  • 4.6k
  • 1
  • 2.2k

સલીમ ખૂંખાર ર્દષ્ટિએ તે છાંયા તરફ ક્ષણ માટે તાકી રહ્યો. પછી તેના મોંમાંથી ખતરનાક ઘુરકાર નીકળ્યો. ‘હા... આ... આ... આ...’ ઘુરકાટ કરતો માથું નમાવી તે છાંયાની સામે તેના પેટમાં માથું મારવા એકદમ આગળ ધસી ગયો. પણ તે છાંયો તેનાથી એકદમ ચપળતાપૂર્વક એક તરફ ધસી ગયો. સલીમ એટલા જોર સાથે તેની સામે ધસી ગયો હતો. તે છાંયો એક તરફ ખસી જતા એકદમ જોરથી તે વૃક્ષના થડ સાથે ધડામ કરતો અથડાયો.