જો થોડી ચૂક થઈ હોત તો પાછળથી આવતી ટ્રક મારા પર ફરી વળી હોત! ગઈકાલે રાતે લાંબી લાઈનમાં ઉભા રહીને બાબાજીના દર્શન કર્યા. બાદમાં નિખિલે કહ્યુ કે, તમે રોકાવાનાં હો તો આપણે સાથે વાઘા બોર્ડર જઈશું. પરંતુ મારે ગોલ્ડન ટેમ્પલના દર્શન થયા બાદ વધુ રોકાવુ નહોતુ. સવારે જાગીને જાયુ. રૂમમાં નિખિલ નહોતો. તૈયાર થઈને ફટાફટ એક લટાર ફરી જલીયાવાલામાં મારી આવ્યો. સાડા આઠની આસપાસ હોસ્ટેલમાંથી નીકળ્યો.