સપના અળવીતરાં ૫૦નટુકાકા એ શોર્ટ બ્રેક મારી એટલે ચરરર્... અવાજ સાથે ગાડી ઉભી રહી. સમીરા એ રીઅરવ્યુ મિરરમાં આ જોયું એટલે તેણે પણ બ્રેક મારી દીધી. ઈં. પટેલે જોયું કે એ બંને ગાડી ઉભી રહી ગઇ છે, તો જરા કન્ફ્યુઝ થઇ ગયા. નાનુભા ની હવેલી તો હજુ એકાદ કીલોમીટર દૂર હતી, તો પછી...??? તેમણે પણ કો. પરમાર ને જીપ રોકવા ઇશારો કર્યો. જેવી પરમારે બ્રેક મારી કે તરતજ ઈં. પટેલ સમીરા ની ગાડી તરફ ગયા. પણ તે સમીરા સુધી પહોંચે એ પહેલા સમીરા રાગિણી સુધી પહોંચી ગઇ. તે પણ વિસ્મયથી રાગિણી એ કરેલ દિશાસૂચન તરફ જોવા માંડી. તેની પાછળ બાકી