અર્ધ અસત્ય. - 12

(191)
  • 7.2k
  • 10
  • 5.7k

અનંતસિંહનો પ્રસ્તાવ અભયે સ્વીકાર્યો હતો અને પૃથ્વીસિંહના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંષ્ઠા દર્શાવી હતી. “આપણે એક કામ કરીએ, મારી હવેલીએ જઈએ અને ત્યાં બેઠક જમાવીએ. અહીં મોટાબાપુ ક્યારે નીચે આવે એ નક્કી નહી. વળી એમને હમણાં આ વાતથી અવગત નથી કરવાં. પહેલા તું તારી રીતે તપાસ આરંભ કર પછી એમને જાણ થાય તો બહેતર રહેશે. તારું શું માનવું છે?” “એ બરાબર રહેશે. શરૂઆતમાં જેટલા ઓછા લોકોને ખબર પડે એટલું સારું. ભવિષ્યમાં આ મામલામાં જો કોઇ “મીસફાયર” થાય તો કવર કરવામાં આસાની રહે.” અભયને અનંતનો સુઝાવ યોગ્ય લાગ્યો.