કૂખ - 4

(15)
  • 3.7k
  • 1
  • 1.7k

શહેરી સર્વિસની બસમાં બેસી પ્રકાશ ગાંધીનગર પરત આવ્યો. ઘ પાંચના બસ સ્ટેન્ડ પર ઉતર્યો. કોઈ અજાણ્યા નગરમાં કે જગ્યાએ આવ્યો હોય ચારેબાજુ જોતો ઊભો રહ્યો. માણસો, ટ્રાફિક...સઘળું રાબેતા મુજબ ચાલતું હતું. છતાંય તેને ભીડ જેવું લાગ્યું. અકળામણ થઇ. હા, સાંજની સવારી આવવામાં હતી છતાંય તાપ ઓછો થયો નહોતો. પરસેવો લૂછતો તે કોઈની સાથે અથડાઇ જશે તેવા ડર સાથે ફૂટપાથ પર ઝાડના છાંયે ઊભો રહ્યો. સારું લાગ્યું. ન સમજાય કે ઓળખી શકાય એવો ધખારો, ઉત્પાત થોડોક ઓછો થયો. મારે હવે ચાલવું જોઈએ..બે ડગલા ચાલીને પાછો ઊભો રહી ગયો.ત્યાં કરંડિયામાં પુરાયેલા સાપના જેમ સવાલે ફૂંફાડો માર્યો : ‘શું ઉતાવળ હતી આમ પાછા ફરવાની ?’ ‘કેમ !?’ આ વળી કોણે પૂછ્યું ને કોણે જવાબ આપ્યો...પોતે સાવ અજાણ કે અલિપ્ત હોય એમ આજુબાજુ જોવા લાગ્યો. લોકોની અવરજવર ને ભીડ સિવાય કશું હાથ લાગે એમ નહોતું.