વન્સ અપોન અ ટાઈમ - 108

(55)
  • 6.8k
  • 9
  • 4k

પ્રકરણ - 108 ‘મુંબઈ પોલીસના ઑફિસર્સે જેને ત્રણ વર્ષ પહેલાં બેંગલોરમાંથી પકડી પાડ્યો હતો એ, દાઉદ ગેંગનો, શૂટર ફિરોઝ કોંકણી મુબંઈના પડોશી શહેર થાણેની સેન્ટ્રલ જેલમાં પુરાયેલો હતો. 14 હત્યા સહિત બળાત્કાર અને મુંબઈમાં રમખાણો ભડકાવવાના અનેક આરોપ એની સામે હતા. આવા ખુંખાર ગુંડા ફિરોઝ કોંકાણીએ મુંબઈની સેશન્સ કોર્ટમાં ગવળી ગેંગના એક ગુંડા ઉપર અસ્ત્રાથી હુમલો કર્યો હતો. એ ઘટના પછી ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.