વન્સ અપોન અ ટાઈમ - 107

(55)
  • 7.8k
  • 11
  • 4k

પ્રકરણ - 107 ‘મુંબઈના ગુજરાતી બિલ્ડર મનીષ શાહની ગવળી ગેંગના શૂટર્સે હત્યા કરી નાખી. જો કે પાછળથી એ શૂટર્સ પકડાઈ ગયા અને તેમણે ગવળીને ભારે પડે એવી ઘણી માહિતી મુંબઈ પોલીસના અધિકારીઓને આપી દીધી. એના આધારે મુંબઈ પોલીસે અરૂણ ગવળીને એક અકલ્પ્ય ફટકો માર્યો. આ અગાઉ મુંબઈ પોલીસે ગવળીની ધરપકડ કરી હતી અને એ મહારાષ્ટ્ર પ્રિવેન્ટિવ એક્ટ ઓફ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અમરાવતીની જેલમાં પુરાયેલો હતો.