અંગારપથ - ૨૬

(244)
  • 9.7k
  • 6
  • 6.2k

અંગારપથ. પ્રકરણ-૨૬. પ્રવીણ પીઠડીયા. “દૂર્જન રાયસંગા?” રક્ષા અચંભિત બની ગઇ. જૂલીયાનાં મોઢેથી રાયસંગાનું નામ સાંભળીને તેને ઝટકો લાગ્યો હતો. તે દૂર્જન રાયસંગાને બહું સારી રીતે જાણતી હતી. પોતાના એન.જી.ઓ.નાં કામ અર્થે તેને ઘણી વખત રાયસંગાને મળવાનું થયું હતું અને એ વખતે તેની ઉપર રાયસંગાની કંઇ બહું સારી છાપ પડી નહોતી. એ માણસ કાબો અને દૂષ્ટ હોય એવું પહેલી મુલાકાતમાં જ રક્ષાએ અનુભવ્યું હતું. જો કે રાજકારણમાં આવતાં મોટાભાગનાં લોકો આવાં જ હોય એવી એક સામાન્ય માનતાં પ્રમાણે રક્ષાએ તો ફક્ત પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખ્યું હતું અને રાયસંગાથી થોડી દૂરી બનાવી રાખી હતી એટલે તેનો વધુ સંપર્ક તો