મારી લાડકી

(20)
  • 4.7k
  • 595

થાક્યો હતો 'ને થોડો હતાશ પણ..રોજબરોજ નવા કામ, કામને પૂર્ણ કરવાની મથામણો અને કામ લેવડાવવાની પિંજણો..ઘરે પહોંચ્યો..(અવાજ પાડ્યો)"દિકરા...જરા પાણી આપ,'ને થોડી તારા હાથની મસ્ત ચા બનાવી આપજે..(સમય લાગ્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો એટલે અંદર જોઈ ને જોયું તો..!)જોવ છું તો મારી ઢીંગલી ગાઢ નિંદ્રામાં હતી. એનો ચહેરો જોતા જ મારૂ જીવન હરરોજ પાવન થઈ જાય છે. લાગે છે કે મને મારી લાડકી સ્વરૂપે સાક્ષાત ઈશ્વરનો આશીષ મળ્યો હોય.એની ઊંઘ ન બગડે એવી રીતે ચા બનાવી અને એના માસુમ ચહેરાની સામે આવીને બેસી ગયો..સરી પડ્યો કુદરતે આપેલા જીવનની આ અમૂલ્ય પ્રતિકૃતિની સ્મૃતિમાં...##########################"આ તારો નાલાયક! ડફોળ જ રહેશે. સતત બીજી વાર