સૃષ્ટીવિલા' ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી. લંબગોળ ચહેરો વાંકી રાજપૂતી મૂછો અને કસાયેલુ પુષ્ટ શરીર ઈસ્પે. અભયને કસરતનો આદી હોવાનુ જણાવી દેતુ હતુ. એના ચહેરા પર સહેજ પણ પરેશાની કે ઉકળાટ નહોતો. અભય દેસાઈ આવતાં વેત આખા બંગલાની બારીકાઈથી તલાશી લેવાનો ઓર્ડર આપી ચૂક્યો હતો. એસ. પી સાહેબે સંળગ મર્ડરનો સિલસિલો અકબંધ રહ્યો હતો તો કાનૂનનુ નાક બચાવવાની જિમ્મેદારી એના કંધા પર નાખી. અભય પોતાની જાતને સાબીત કરવા માગતો હતો. જ્યારથી એસ પી સાહેબે કઠપૂતળી ચકચારી મર્ડર કેસની ફાઈલ પોતાને સુપરત કરી હતી ત્યારથી પોતે બહુ આંદોલિત અને ઉત્સાહિત હતો મીડિયા અને સોશિયલ સાઈટો પર છવાઈ ગયેલા મર્ડર