બીજે દિવસે સોમ ઉઠ્યો ત્યાંજ તેમનો નોકર ગિરધારી બેડરૂમ માં આવ્યો તેણે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા છે . પાયલ તે વખતે બાથરૂમમાંથી બહાર આવી રહી હતી તેણે કહ્યું સવારે સવારે ઇન્સ્પેક્ટર લાગે છે આજનો દિવસ બગડશે . સોમે ગિરધારીને કહ્યું તેમને ચાપાણી કરાવ હું ૧૫ મિનિટમાં તૈયાર થઈને આવું છું. ગિરધારી ભલે સાહેબ કહીને નીકળી ગયો . ૧૫ મિનિટ પછી સોમ અને પાયલ ફૂલાણીની સામે બેસેલા હતા . સોમે પૂછ્યું શું કામ પડ્યું ઇન્સ્પેક્ટર સાહેબ ? કુલરનીએ કહ્યું આજે આપનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ એટલે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનો છે . સોમે કહ્યું પણ મારે આજે જરૂરી કામ છે બે