તો ગ્લોવર આપણી આગળ ની રણનીતિ શું રહેશે? જો ઉકારીઓ રાજા મોરોટોસ ની એક તાકતવર પાંખ હોય તો બીજી પાંખ કઈ છે? વેલીને પૂછ્યું.બીજી પાંખ? ગ્લોવરે ઉકારીઓ ની સામે જોયું.બીજી પાંખ છે ક્લિઓપેટર, ગ્લોવરે કહ્યું.ક્લિઓપેટર? એ કોણ છે ગ્લોવર? વેલીને પૂછ્યું.ઝાબાંઝ અને ખડતલ શરીર ધરાવતા સૈનિકો. જેમનો દેખાવ વરુઓ જેવો છે. પણ તેઓ બે પગે ચાલે છે અને બીજા બે પગનો હાથ તરીકે ઉપયોગ કરે છે. બોલી આપણા જેવી અને તાકાત બહાદુર યોધ્ધા જેવી. તેમની ખાસિયત એમની દોડવાની ગતિ અને તલવારબાજી. વોસીરોમાં તેમના જેવી તલવારબાજી કોઈ કરી શકતું નથી, ગ્લોવરે માહિતી આપતા કહ્યું.ને રાજા મોરોટોસના ખાસ વિશ્વાસુ. એવું કોઈ કામ