પ્રેમ! મારી સામે એક અદ્ભુત દૃશ્ય હતું. શું એકબીજાનો પ્રેમ હતો. એના પ્રેમનું વર્ણન કરવું એટલે શબ્દો પણ ઘટે. અદ્ભુત પ્રેમ.... એકબીજાને ઓળખતા પણ ના હતા તો પણ આટલો પ્રેમ. એકબીજાથી અજાણ્યા હોવા છતાં એની જાન બચાવવા પોતે મોતના મુખમાં પણ જવા તૈયાર થઈ ગયા ... છે ને અદ્ભુત પ્રેમ! આ પ્રેમ આજના યુગનો ન હતો કે ન હતો મનુષ્યનો. આ પ્રેમ એ મુક એવા નાના જીવનો હતો. જે પોતાની લાગણી આપણા જેવા મનુષ્યની જેમ વ્યક્ત કરી શકતા ન હતા. પણ એકબીજાની ભાવના એના વ્હાલ કે હાવભાવથી જાણી લેતા. દરરોજની જેમ સાંજે હું ટેબલ