‘અરૂણ ગવળી જેલમાં હતો પણ એના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓ વિસ્તરતી જતી હતી. અખિલ ભારતીય સેનાના બ્રેઈન સમા જનરલ સેક્રેટરી જીતેન્દ્ર દાભોલકર દગડી ચાલમાં પત્રકાર પરિષદો યોજીને શિવસેના અને ભાજપની સરકારના કૌભાંડો વિશે પત્રકારોને માહિતી આપીને તત્કાલીન યુતિ સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યાં હતા. જીતેન્દ્ર દાભોલકર અગાઉ શિવસેનામાં હતા, પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમને શિવસેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જિતેન્દ્ર દાભોલકર અરૂણ ગવળીની ગેરહાજરીમાં પણ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓને વેગ આપવા નવા યુવાનોની ભરતી કરી રહ્યા હતા.