‘ગવળી અને દાઉદ ગેંગ વચ્ચેની લડાઈ ચાલુ હતી એ દરમિયાન દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીએ સેશન્સ કોર્ટને ગેંગવોરનું મેદાન બનાવી. ભારતીય જનતા પક્ષના મુંબઈ એકમના પ્રમુખ રામદાસ નાયક સહિત 14 હત્યાઓના આરોપી ફિરોઝ કોંકણીની મુંબઈ પોલીસે 1994માં બેંગ્લોરમાં ધરપકડ કરી એ પછી કોંકણી સતત જેલમાં જ હતો. 21 ઓકટોબર, 1997ના દિવસે ફિરોઝ કોંકણીને રામદાસ નાઈક હત્યાના કેસમાં હાજર કરવામાં આવ્યો.