“એ માટે તો કેસની વિગત શું છે એ જાણવું પડે કારણ કે દરેક વીમા કંપનીની પોતાની અલગ પોલિસી હોય છે. ઉપરાંત અકસ્માત ક્યા કારણોસર સર્જાયો હતો, અકસ્માત સમયે ડ્રાઇવર પાસે લાયસન્સ હતું કે નહીં, અકસ્માતથી સામે વાળી પાર્ટીને કેટલુ નુંકશાન થયું છે, આવી ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને એ તપાસનાં આધારે વીમો પાસ થાય છે.“ બંસરી પોતાના મનમાં આવે એ બોલ્યે જતી હતી કારણ કે તેને સમજાઇ ચૂકયું હતું કે રઘુભાને આવી બાબતો વિશે વધુ કોઇ જ્ઞાન નથી. “મને એક વાત જણાવો રઘુભા, શું તમારી સાથે આવુ કંઇ બન્યું છે,