પરિવર્તનની શરૂઆત તમારાથી જ કરો !

  • 2.4k
  • 1
  • 602

શું તમને બદલાવવું ગમે છે ? તમે પરિવર્તન માટે તૈયાર છો ? જો તમારા ઘરમાં ચારથી પાંચ વર્ષનું બાળક હોય તો તમે જોયું જ હશે કે બાળકને નવી વસ્તુ જોઇને ખુબ આનંદ થાય, એ તરત જ તેને પકડી કુતુહલતાપૂર્વક જોવા લાગે. તેના માટે આ વસ્તુ કૈક નવું મેળવવાની લાગણી અને જીત હોય છે. બાળક જ્યાં સુધી આ વસ્તુને તોડી ફોડી કે મરોડીને જોઈ ન લે ત્યાં સુધી આ વસ્તુ મુકે નહી અને જેવું તેને બીજી નવી વસ્તુ દેખાય એટલે જૂની વસ્તુ મુકીને નવી વસ્તુ પકડી લેશે. બાળકને હમેશા કૈક નવું જોઈએ છે, તેને સતત ચેન્જ જોઈએ છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને પણ નવું જ ગમે છે ને!