એબસન્ટ માઈન્ડ - 9

  • 2.8k
  • 1
  • 1k

જતાં પહેલાં કુક જગદીશકુમાર સાથે ઘણી વાતો કરી એનાં ઘરે જવાનું રહી ગયું… રાજા શંખપાલ ટ્રેકિંગ કરીને આવ્યાં બાદ મારું અને ડો.અનુપનું માથું દુખતું હતું. વાતાવરણ સાથે એકલેમેટાઈઝ થયાં વગર એક જ દિવસમાં આટલું ઊપર નીચે આવ્યા-ગયા એની અસર છે એવું મુરાદ અલીએ કહ્યું. નોર્મલી આવું થતું હોય છે. આજે સવારે ક્લાઈમ્બીંગ અને રેપલીંગ માટે અમે તૈયાર હતા. સ્ટેટીક રોપ લઈને અમે ઈકો પોઈન્ટ તરફ ઊપડ્યાં. ત્યાં પહેલાં રેપલીંગ કર્યું. બાદમાં ક્લાઈમ્બીંગ, ડો. પતિ-પત્ની મને જોતાં હતા. મને અગાઊનો અનુભવ હોવાથી હું ફુલ ફ્લેજ્ડ હતો. માઊન્ટેનીયરીંગનો અધુરો કોર્સ અહીંયા કામ લાગ્યો.