સત્ય

  • 4.5k
  • 2
  • 880

સત્યમોટા મોટા ચિંતકો, દર્શનિકો, વિચારકો, સંતો લગભગ દરેક જેઓ આઘ્યાત્મિકતા પર પોતાના વિચારો ધરાવે છે સત્ય વિશે કઈક ને કઈક મત જરૂર રાખતા હશે. સત્ય એક એવી સંકલ્પના છે કે જેને સિદ્ધ કરવી મતલબ કે બુધ્ધત્વને પામવું. સત્ય એક ખોજ નો વિષય બની રહ્યો છે. કોઈ કહે છે સત્ય કડવું હોય છે. તો કેટલાક કહે છે સત્ય નિર્મળ છે. શાંત હોય છે. સત્યની પરિભાષા સ્પષ્ટ રીતે કોઈ કરી શક્યું છે કે કેમ!! " સત્ય ક્યારેય કહી શકાતું નથી" શું આ વાક્ય સત્ય છે? ઘણાં કહેશે કે હા આ વાક્ય સત્ય છે. સત્ય ક્યારેય વર્ણવી શકાય જ નહીં. સત્ય તો સત્ય છે.