મમ્મી, આ વખતે નહિ આવી શકું..!

(30)
  • 2.9k
  • 3
  • 966

કાળી ચૌદશની રાત હતી, પોતાના બંગલાની બાલ્કનીમાં એક લાંબી લચક દિવડાઓની લાઇટિંગ ચૌદશની રાતમાં અજવાળું કરતી હતી. શેરીમાં આવેલા બધા જ બાંગ્લાઓની ચાલીઓમાં ઘરના બાળકો અને બહેનો અને શોખીનો વાતોના વડાઓની પંચાત સાથે રંગોળી કરવાની રમઝટ હતી અને નાના બાળકો ત્યારે પણ ફટાકડાની રમઝટ બોલાવતા હતા. બધે જ હાસ્ય અને ઉલ્લાસનું વાતાવરણ હતું, રંગો અને ફટાકડાની રમઝટ હતી, પણ નિલાબહેનના ચહેરા પરનું હાસ્ય ફિક્કુ હતું, કહો કે એમની દિવાળીમાં રંગોળીનાં રંગો વિખરાયેલા લાગતા હતા, દીવડા થોડા નિસ્તેજ લાગતા હતા. કારણ હતું એક ફોન ક