કેન્સર સામે જંગ. જયાબેન સ્વભાવે ખૂબ હસમુખા. નાની નાની વાતમાં પણ ખુલ્લા મનથી હસી લે. અમે એકજ એપાર્ટમેટમાં એકજ ફ્લોર પર અને એકજ દિવાલે રહેતા. અઢાર વર્ષ સાથેજ રહ્યા. જયાબેન આમ તો હાઉસ વાઇફ. એસ.એસ.સી. સુધીજ ભણેલાં પણ એમનું જ્ઞાન આવડત અને રહેણી કરણી જોઇને લાગે કે તેણે કોલેજ તો કરીજ હશે. અમે પડોશી તો ખરા પણ એકદમ ઘર જેવો સબંધ પણ ખરો. જયાબેન તેમની અંગત વાત પણ મારી સાથે સેર કરે. હું શિક્ષિકા તરીકે નોકરી કરું એટલે સમય થોડોક ઓછો મળે. પણ સાંજે શાળાએથી આવું એટલે કલાક તો અમે રોજ ચોકમાં બેસીએ. મારે કંઇ કામ હોય